AMCની કાર્યવાહી: અમદાવાદમાં 3 મહિનામાં એસ્ટેટ વિભાગે 20 પ્લોટના દબાણો દૂર કર્યા, 121 કરોડના પ્લોટ કબ્જામાં લીધા

ಸಂಪುಟ ಸರ್ಜರಿ ಸರ್ಕಸ್‌: ಸಂಘ ಪರಿವಾರ ಮೂಲದವರಿಗೆ ಅದೃಷ್ಟ? ಮಹತ್ವದ ಖಾತೆ ನೀಡಲು ಕೂಡ ಸಲಹೆ
ಸಂಪುಟ ಸರ್ಜರಿ ಸರ್ಕಸ್‌: ಸಂಘ ಪರಿವಾರ ಮೂಲದವರಿಗೆ ಅದೃಷ್ಟ? ಮಹತ್ವದ ಖಾತೆ ನೀಡಲು ಕೂಡ ಸಲಹೆ
May 13, 2022
राज ठाकरेच्या सुरक्षेची थट्टा; मनसे नेते बाळा नांदगावकर संतप्त – पुढारी
राज ठाकरेच्या सुरक्षेची थट्टा; मनसे नेते बाळा नांदगावकर संतप्त – पुढारी
May 13, 2022


અમદાવાદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
AMCની કાર્યવાહી: અમદાવાદમાં 3 મહિનામાં એસ્ટેટ વિભાગે 20 પ્લોટના દબાણો દૂર કર્યા, 121 કરોડના પ્લોટ કબ્જામાં લીધા

રિઝર્વ પ્લોટમાં દબાણો દૂર કરવામાં આવ્યા તેની ફાઈલ તસવીર

  • ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીની બેઠક મળી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના રિઝર્વ પ્લોટમાં કરવામાં આવેલા દબાણોને એસ્ટેટ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં 20 જેટલા પ્લોટમાંથી દબાણો દૂર કરી રૂ. 121 કરોડના પ્લોટના કબ્જો મેળવવામાં આવ્યો છે.

ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીની બેઠક મળી હતી. ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે રિઝર્વ પ્લોટ પર દબાણ દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે. અગાઉ રૂ 1600 કરોડના દબાણો દૂર કરાયા હતા. હાલમાં છ ઝોનના 20 પ્લોટ પરના દબાણો દૂર કર્યા છે. ટીપી સ્કીમનું પણ સતત આયોજન કરવામાં આવી રહ્યું છે. 9,12 અને18 મીટર ઉપરના રોડ પરના કુલ 11 કિમીના રોડ ખુલ્લા કરાયા છે. રોડ હોય ત્યાં દબાણો દૂર કરાયા છે. મે, જૂન અને જુલાઈ મહિનાનું ત્રણ માસનું પ્લાનિંગ કરાયું છે, જેનાથી ટ્રાફિક સમસ્યા હલ કરવામાં આવશે.

7 ઝોનમાં ક્યાં ઝોનમાં કેટલા પ્લોટ પર દબાણ દૂર કરાયા

  • ઉત્તર પશ્ચિમ ઝોનમાં 7 પ્લોટ
  • દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 24 કરોડના 3 પ્લોટ
  • પૂર્વ ઝોનમાં 76 કરોડનો 1 પ્લોટ
  • ઉત્તર ઝોનમાં 11.50 કરોડના 8 પ્લોટ
  • દક્ષિણ ઝોનમાં 9 કરોડનો 1 પ્લોટ

અન્ય સમાચારો પણ છે…



Source link

Leave a Reply

Your email address will not be published.