હાડપીંજર કોનું?: મહુવાના ધરાઈ ગામની સીમમાં અવાવરુ કુવામાંથી માનવ કંકાલ મળી આવ્યું, પોલીસ તપાસ શરૂ

Here come the single-digit SaaS multiples – TechCrunch
Here come the single-digit SaaS multiples – TechCrunch
May 14, 2022
LUNA Price Pumping Today, up Over 1700%, Should You Buy The Dip? – The VR Soldier
LUNA Price Pumping Today, up Over 1700%, Should You Buy The Dip? – The VR Soldier
May 14, 2022
હાડપીંજર કોનું?: મહુવાના ધરાઈ ગામની સીમમાં અવાવરુ કુવામાંથી માનવ કંકાલ મળી આવ્યું, પોલીસ તપાસ શરૂ

ભાવનગર2 કલાક પહેલા

  • કૉપી લિંક
હાડપીંજર કોનું?: મહુવાના ધરાઈ ગામની સીમમાં અવાવરુ કુવામાંથી માનવ કંકાલ મળી આવ્યું, પોલીસ તપાસ શરૂ
  • ધરાઈ આસપાસના વિસ્તારમાં ગુમ થયેલા વ્યકિતઓની વિગત મેળવવામાં આવી

ભાવનગર જિલ્લાના મહુવાના ધરાઇ ગામની સીમમાં આવેલા એક અવાવરૂ કુવામાંથી માનવ કંકાલ મળી આવતાં ભારે ચકચાર મચી હતી. ઘટનાની જાણ કરાતાં બગદાણા પોલીસના કાફલાએ દોડી જઇ કંકાલનો કબ્જો મેળવી તપાસર્થે ભાવનગરમાં રવાના કરવા સહિતની કામગીરી હાથ ધરી છે.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ધરાઇ ગામે રહેતા અને ગામની સીમમાં વાડી ધરાવતાં હસમુખભાઇ વિરજીભાઇ પડતાળા પોતાની વાડીના સીમાડે આવેલા અવાવરૂ કુવામાં આગામી ચોમાસાને લઇને ગાળ કઢાવવાની કામગીરી કરાવરાવી રહ્યા હતાં, દરમિયાનમાં કુવામાંથી ગાળ કાઢી રહેલા શ્રમિકોને ગાળની સાથો સાથ માનવ કંકાલ પણ મળી આવતાં ડઘાઇ ગયા હતાં અને કંકાલ વિશે વાડી માલિક હસમુખભાઇને બોલાવી વાત કરતાં હસમુખભાઇએ બગદાણા પોલીસ મથકે દોડી જઇ આ સમગ્ર બાબતથી વાકેફ કરતાં બગદાણા પોલીસના કાફલાએ ધરાઇ ગામે દોડી જઇ વર્ષો પુરાણા અને અવાવરૂ કુવામાંથી મળી આવેલા માનવ કંકાલ (હાડપીંજર)નો કબ્જો લઇ તેને તપાસ અર્થે મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

ધરાઇ ગામની સીમમાં આવેલી વાડીના અવાવરૂ કુવામાંથી મળી આવેલા માનવ કંકાલ અંગે બગદાણા પોલીસે હાલ નોંધ લઇ આગળ એફએસએલ સહિતના રીપોર્ટ આવ્યેથી તપાસ આગળ ધરશે તો બીજી બાજુ ધરાઇ તેમજ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી કોઇ ગુમ થયું છે કે કેમ અને ગુમ થયા બાદ પરત મળી આવેલ છે કે કેમ તે સહિતની બાબતો પર પણ જીણવટ ભરી તપાસ હાથ ધરી છે, દરમિયાનમાં કુવામાંથી માનવ કંકાલ મળી આવ્યાની ઘટનાના પગલે ધરાઇ અને આજુબાજુના ગામોમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે…Source link

Leave a Reply

Your email address will not be published.