સેવાકાર્ય: ભરૂચના વહિયાલ ખાતે વડોદરાની રિધમ હોસ્પિટલના સહયોગથી માવતર ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

Odisha mountaineer Sidharth Routray, son of MLA Sura Routray, scales Mount Everest
Odisha mountaineer Sidharth Routray, son of MLA Sura Routray, scales Mount Everest
May 15, 2022
AAI to invest Rs 412 cr to develop new terminal building at Jabalpur airport
AAI to invest Rs 412 cr to develop new terminal building at Jabalpur airport
May 15, 2022
સેવાકાર્ય: ભરૂચના વહિયાલ ખાતે વડોદરાની રિધમ હોસ્પિટલના સહયોગથી માવતર ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

ભરૂચ24 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સેવાકાર્ય: ભરૂચના વહિયાલ ખાતે વડોદરાની રિધમ હોસ્પિટલના સહયોગથી માવતર ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન
  • અંદાજે 250 જેટલા લોકોએ નિદાન કેમ્પનો લાભ લીધો

ભરૂચના વહિયાલ ગામ ખાતે વડોદરાની રિધમ હોસ્પિટલના સહયોગમાં માવતર ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હોસ્પિટલના તબીબ અને નર્સિંગ સ્ટાફે સેવા આપતા અંદાજે 250 જેટલા લોકોએ નિદાન કેમ્પનો લાભ લીધો હતો.

માવતર ટ્રસ્ટ દ્વારા વડોદરાની રિધમ હોસ્પિટલના સહયોગથી વાગરા તાલુકાના વાહિયાલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ સર્વરોગ નિદાન કેમ્પનો શુભારંભ કરાવતા કહ્યું હતું કે, ભાજપાની કેન્દ્રની સરકારે ભારતના ગરીબ માં ગરીબ વ્યક્તિને ગંભીર રોગ અથવા અકસ્માતમાં વિના મૂલ્યે રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર કરાવવાની તક મળે તે માટે આયુષમાન કાર્ડની યોજના બનાવી છે.

આ કાર્ડ જનતા માટે આશીર્વાદરુપ છે. આ કાર્ડને વાગરા વિધાનસભા ક્ષેત્રમાં ઘર ઘર સુધી પહોંચાડવાનું અમારું અભિયાન ચાલી રહ્યું છે. જેમાં તંત્ર પણ સહયોગી બની રહ્યું છે. આમ જનતાના સ્વાસ્થ્યની ચિંતા કરી માવતર ટ્રસ્ટ અને રિધમ હોસ્પિટલ પણ મેડિકલ કેમ્પ કરી રહ્યા છે જે આવકાર દાયક છે તેમ કહી ધારાસભ્યએ માવતર ટ્રસ્ટના પ્રમુખ અજીતસિંહ રાજ અને તેમની ટીમની કામગીરીને બિરદાવી હતી. સર્વરોગ નિદાન કેમ્પમાં વડોદરાની રિધમ હોસ્પિટલના તબીબ અને નર્સિંગ સ્ટાફે સેવા આપતા અંદાજે 250 જેટલા લોકોએ નિદાન કેમ્પનો લાભ લીધો હતો.

આપણે ત્યાં એક કહેવત છે “પહેલું સુખ તે જાતે નર્યા ” એટલે કે માણસનું સ્વાસ્થ્ય સારું હોય તે સૌથી પહેલું સુખ છે. દરેક વ્યક્તિ સ્વસ્થ હોય તે દેશની ઉન્નતિ માટે જરૂરી છે. દરેક વ્યક્તિને પોતાની સારવાર કરાવવાની તક મળવી જોઈએ. તેના માટે સરકાર પુરા પ્રયાસો કરે છે. સાથે સાથે માવતર ટ્રસ્ટ જેવી સેવાભાવી સંસ્થાઓ અને રિધમ જેવી હોસ્પિટલો આગળ આવી નિદાન કેમ્પોનું આયોજન કરે છે તે આવકાર્ય છે. તેમ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ વાહિયાલ ખાતે માવતર ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વરોગ નિદાન કેમ્પમાં કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…Source link

Leave a Reply

Your email address will not be published.