અમદાવાદ7 કલાક પહેલા
અમદાવાદ એરપોર્ટની ફાઈલ તસવીર
આ વેકેશનમાં એસવીપીઆઈ એરપોર્ટ પરથી પ્રવાસ કરતાં પેસેન્જરોને એક વધારાનું આકર્ષણ પ્રાપ્ત થશે. સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર તા.15મે થી 45 દિવસનો સમર કાર્નિવલ શરૂ થઈ રહ્યો છે. પેસેન્જરો જ્યારે ઉનાળુ વેકેશનમાં તેમના માનીતા એરપોર્ટ પરથી પ્રવાસ કરી રહ્યા હશે, ત્યારે આ ફેસ્ટીવલમાં રોમાંચક ઓફરો અને આકર્ષક ડીલ તેમની પ્રતિક્ષા કરી રહ્યા છે.
પેસેન્જરો જો તેમના મિત્ર માટે ગિફ્ટ લેવાનું કે અધિકૃત ગુજરાતી વાનગી લઈ જવાનું ભૂલી ગયા હોય તો તેમણે ચિંતા કરવાની જરૂર નથી. આ બધુ તેમને એરપોર્ટ ઉપરથી આકર્ષક ડિસ્કાન્ટ સાથે મળી રહેશે. ઘરે પાછા ફરતી વખતે માતા-પિતા પોતાના બાળકો માટે ગિફ્ટ લેવાનું ભૂલી ગયા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. સમર કાર્નિવલના ભાગરૂપ એસવીપીઆઈ એરપોર્ટ ઉપર આ વિકલ્પ પણ ઉપલબ્ધ છે.
એસવીપીઆઈ એરપોર્ટ કે જ્યાં 30 વેચાણ કેન્દ્રો છે તેની સંખ્યા વધીને હવે 65 થઈ છે અને પેસેન્જરોને વિવિધ પ્રકારની પ્રોડક્ટસ અને વાનગીઓ ઉપલબ્ધ થઈ રહી છે. આ ઉપરાંત પેસેન્જરની જરૂરિયાતને આધારે વિતેલા વર્ષમાં ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ટર્મિનલ્સ ઉપર સંખ્યાબંધ ન્યૂઝ આઉટલેટસ પણ ઉપલબ્ધ થયા છે. મોટાભાગના વેચાણ કેન્દ્રો સમર કાર્નિવલના ભાગરૂપે પેસેન્જરોને આકર્ષક ડિસ્કાઉન્ટ પૂરૂં પાડી રહ્યા છે.
ખાણી-પીણીના કેટલાક વેચાણ કેન્દ્રો પોતાની પ્રમોશન ઓફર્સ રજૂ કરી રહ્યા છે, જ્યાં રિટેઈલ આઉટલેટ ખાતે વપરાશકારને ડિસ્કાઉન્ટ મળી રહ્યા છે. એસવીપીઆઈ એરપોર્ટ ઉપર જેમને સ્થાન પ્રાપ્ત થયું છે તેવા કેટલાક સ્ટાર્ટઅપ પણ પેસેન્જરોને ખરીદી કરવા માટે અને પોતાની સર્વિસીસનો ઉપયોગ કરવા માટે આકર્ષણ પૂરૂં પાડી રહ્યા છે.
સમર કાર્નીવલ યોજવાનો ઉદ્દેશ એર ટ્રાવેલર્સને તેમના નાણાંનું વળતર પૂરૂં પાડવાનો છે. જે લોકો ગ્રુપમાં પ્રવાસ કરી રહ્યા છે તેમને ખાસ કરીને ફૂડ એન્ડ બેવરેજીસ આઉટલેટસ ઉપર વિવિધ પ્રકારના કોમ્બો ઉપલબ્ધ છે, જ્યાં તેમને ઓછા દરે વધુ જથ્થો પ્રાપ્ત થશે. વેચાણ કેન્દ્રો પરથી ચોક્કસ રકમથી વધુની ખરીદી કરનાર પેસેન્જરોને વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કેટલાક વેચાણ કેન્દ્રો ડિસ્કાઉન્ટ કૂપન પણ ઓફર કરી રહ્યા છે. એરપોર્ટ ખાતેના વાતાવરણમાં અનોખું પરિવર્તન આવ્યું છે અને કાર્નિવલનું વાતાવરણ આનંદપ્રદ બન્યું છે. પેસેન્જરોની સામેલગીરી વધે તેવી પ્રવૃત્તિઓ તરીકે સ્ટાફ અને પ્રોફેશન કલાકારો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે આ કાર્નિવલને કારણે પેસેન્જરોના અનુભવમાં વૃધ્ધિ થશે.