લોકાર્પણની તૈયારી: અમદાવાદના આઈકોનિક ફૂટ ઓવરબ્રિજનું PM મોદી ઉદઘાટન કરશે, PMOમાં સમય મંગાયો

Ola electric scooter abruptly goes in reverse mode, injures senior citizen
Ola electric scooter abruptly goes in reverse mode, injures senior citizen
May 12, 2022
7 Tips to Keep Your Baby’s Skin Healthy During Every Season
7 Tips to Keep Your Baby’s Skin Healthy During Every Season
May 12, 2022
લોકાર્પણની તૈયારી: અમદાવાદના આઈકોનિક ફૂટ ઓવરબ્રિજનું PM મોદી ઉદઘાટન કરશે, PMOમાં સમય મંગાયોઅમદાવાદ35 મિનિટ પહેલા

આઈકોનિક ફૂટ ઓવરબ્રિજ

 • જૂન મહિનામાં અટલબ્રિજનું લોકાર્પણ કરી ખુલ્લું મુકાય તેવી શક્યતા
 • બ્રિજની 95 ટકા કામગીરી પૂર્ણ , માત્ર ફિનિશિગ અને ઓવરબ્રિજ પરના રોડનું થોડું કામ બાકી

સાબરમતી નદી પર એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે રૂ. 75 કરોડના ખર્ચે બાંધવામાં આવી રહેલા આઇકોનિક ફૂટ ઓવરબ્રિજનું આગામી મહિને ઉદ્ઘાટન કરવામાં આવે તેવી પુરી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અટલબ્રિજનું ઉદ્ઘાટન કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વડાપ્રધાન ઓફિસ (PMO)માં જાણ કરી અને સમય માંગવામાં આવ્યો છે. મે મહિનાના અંત સુધીમાં બાંધકામને પૂરું કરવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જૂન મહિનામાં આ અટલબ્રિજનું લોકાર્પણ કરી ખુલ્લું મુકવામાં આવશે.

ફૂટ ઓવરબ્રિજના ઉદઘાટન અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને માહિતી આપી
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ જણાવ્યું હતું કે, સાબરમતી નદી પર બાંધવામાં આવેલો ફૂટ ઓવર બ્રિજનું નામ અટલ બ્રિજ આપવામાં આવ્યું છે. તેનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો સમય માંગવામાં આવ્યો છે. 95 ટકા કામગીરી બ્રિજની પૂર્ણ થઈ ગઈ છે, માત્ર ફિનિશિગ અને ઓવરબ્રિજ પરના રોડનું થોડું કામ બાકી છે. ઝડપથી આ કામગીરી પૂર્ણ થઇ જતાં બ્રિજ અને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.

કેટલીક વિશિષ્ટ સુવિધાઓનો પણ સમાવેશ કરાયો
સાબરમતી રિવરફ્રન્ટ પર પદયાત્રીઓ અને સાઇક્લિસ્ટો માટે આ ફૂટ બ્રિજ આકર્ષણરૂપ બની રહે તે માટે કેટલીક વિશિષ્ટ સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફૂટ ઓવરબ્રિજ પર આર્ટકલ્ચર ગેલેરી ઊભી કરાશે. ફૂડ સેન્ટર એટલે કે ખાણી-પીણીનો સ્ટોલ ઊભો કરાશે અને ફૂટ ઓવરબ્રિજના પશ્ચિમ તથા પૂર્વ છેડા પર મલ્ટિલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરાશે. આ આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ 300 મીટર લાંબો અને પશ્ચિમ તથા પૂર્વના બંને છેડેથી તેમાં પદયાત્રીઓ સાઇક્લિસ્ટો આવન-જાવન કરી શકશે. આ ફૂટ ઓવરબ્રિજનું બાંધકામ 2019ના અંતમાં શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાકાળને કારણે ખાસ્સો લાંબો સમય કામ બંધ રહેતા વિલંબ થતાં મે મહિનાના અંતમાં બાંધકામ પૂરું કરી દેવામાં આવશે અને તેનું લોકાર્પણ કરવામાં આવશે.

આઈકોનિક ફૂટ ઓવરબ્રિજ વિશે

 • બ્રિજ બનાવવા 74 કરોડનો ખર્ચ
 • 2100 મેટ્રિક સ્ટીલનું વજન (લોખંડના પાઈપનું સ્ટ્રકચર તથા ટેન્સાઈલ ફેબ્રિકની છત)
 • 300 મીટર બ્રિજની લંબાઈ100 મીટર વચ્ચેનો સ્પાન
 • બ્રિજ પર બેસવા માટે પણ વ્યવસ્થા
 • RCC પાઈલ ફાઉન્ડેશન અને સ્ટીલ સપોર્ટ
 • ફૂટ ઓવરબ્રિજ પર આરસીસી ફલોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ.
 • છેડાના ભાગે પતંગ આકારના સ્કલ્પચર મૂકવામાં આ‌વશે.
 • વચ્ચેના ભાગે 10 મીટરથી 14 મીટરની પહોળાઈમાં બેસવાની વ્યવસ્થા પણ મળી રહેશે.
 • ચંપો, લોન અને ગ્રાસનું પ્લાન્ટેશન.કલર ચેન્જ થઈ શકે એવી ડાઈનેમિક એલઈડી લાઈટ.

અન્ય સમાચારો પણ છે…Source link

Leave a Reply

Your email address will not be published.