રેન્જ આઈજી ટીમનો સપાટો: દમણથી સુરત લાવવામાં આવી રહેલા સાડા સતર લાખના દારૂ સાથે બે ઝડપાયા, 3 ફરાર

હવે વિદેશી લીંબુ ગુજરાત આવશે: અમદાવાદમાં સાઉથના લીંબુ ખૂટી પડ્યા તો તુર્કીથી મંગાવ્યા, 90 રૂપિયે કિલોના ભાવે આયાત કરી
હવે વિદેશી લીંબુ ગુજરાત આવશે: અમદાવાદમાં સાઉથના લીંબુ ખૂટી પડ્યા તો તુર્કીથી મંગાવ્યા, 90 રૂપિયે કિલોના ભાવે આયાત કરી
May 14, 2022
Mumbai local: 14 additional AC local train services to be ops from today
Mumbai local: 14 additional AC local train services to be ops from today
May 14, 2022
રેન્જ આઈજી ટીમનો સપાટો: દમણથી સુરત લાવવામાં આવી રહેલા સાડા સતર લાખના દારૂ સાથે બે ઝડપાયા, 3 ફરાર


નવસારી17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
રેન્જ આઈજી ટીમનો સપાટો: દમણથી સુરત લાવવામાં આવી રહેલા સાડા સતર લાખના દારૂ સાથે બે ઝડપાયા, 3 ફરાર
  • દારૂ અને કન્ટેનર સાથે 27.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

હાલમાં કોરોનાનો સૂર્ય અસ્ત થવા આવ્યો છે. ત્યારે ઉદ્યોગ ધંધાની ગાડી પાસે ચઢી છે ત્યારે દારૂની હેરાફેરીમાં પણ વધારો થયો છે. જેને ડામવા માટે પોલીસ પણ સમયાંતરે રેડ કરે છે.અને દારૂનો ઝડપી પાડવા સાથે આરોપીની પણ ધરપકડ કરે છે ત્યારે પરિવાર રેન્જ આઈજીને આવીને ચીખલી વિસ્તારમાં મોટો દારૂ નો જથ્થો ઝડપી પાડયો છે.બલવાડા નેશનલ હાઈવે પરથી રેંજ આઈજીની પ્રોહિબિશન ડ્રાઇવ ટીમે કન્ટેનરમાંથી 17.64 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઇવર અને ક્લીનરને ઝડપી પાડી અન્ય ત્રણને ફરાર જાહેર કરી તપાસ હાથ ધરી હતી.

દમણથી લીલા કલરની કેબિન તથા બોડીવાળું કન્ટેનર ટ્રક (નં એમએચ-43-યુ-4782)માં દારૂનો જથ્થો ભરી નેશનલ હાઇવે થઈ પલસાણા તરફ જનાર છે. બાતમીના આધારે પ્રોહિબિશન સ્પેશ્યલ ડ્રાઇવની ટીમે બલવાડા ઓવરબ્રિજ ઉતરતા મુંબઈ સુરત ટ્રેક ૫૨ વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળુ કન્ટેનર આવતા તેને રોકી તલાશી લેતા વિદેશી દારૂ તેમજ ટીન બિયરની નાની-મોટી 17580 બોટલ કિંમત રૂ. 17.64 લાખ મળી આવી હતી. પોલીસે દારૂ સહિત કન્ટેનર કિંમત 10 લાખ, ત્રણ મોબાઈલ કિં. રૂ.10500 મળી રોકડા 7000 મળીને 27.81.500 મુદ્દામાલ કબજે કરી કન્ટેનર ચાલક મહમદ અનિશ મહમદ સઇદ કુરેશી (ઉ.વ. 24, મૂળ રહે. નરસિંગગઢ ગામ, જિ.પ્રતાપગઢ, યુપી) અને ક્લીનર અમિત સરોજ (ઉં.વ. 22) (મૂળ રહે. તૌકલપુર ગામ, યુપી)ને ઝડપી પાડ્યા હતા. જ્યારે માલ ભરાવનાર પંકજ (રહે.દમણ), પંકજ સાથે એક્ટીવાની પાછળ બેસીને આવેલો અજાણ્યો શખસ તેમજ પલસાણામાં માલ લેવા આવનાર અજાણ્યો શખસને ફરાર જાહેર કર્યા હતા.

બનાવની પ્રોહિ. સ્પેશ્યલ ડ્રાઇવ સુરતના હે.કો ઓમપ્રકાશ રણબહાદુરસિંહે ફરિયાદ આપતા પોલીસ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે…



Source link

Leave a Reply

Your email address will not be published.