મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ: અમદાવાદમાં આજે રેડ એલર્ટ, કોંગ્રેસની ચિંતન શિબિરમાં હાર્દિક પટેલની ગેરહાજરી, સુરક્ષા દળોએ કાશ્મીરમાં 3 આતંકીઓને ઠાર કર્યાં

કાર્યવાહી: તેજગઢથી મેડિકલની ડિગ્રી વગરનો પશ્વિમ બંગાળનો બોગસ ડોક્ટર ઝડપાયો
કાર્યવાહી: તેજગઢથી મેડિકલની ડિગ્રી વગરનો પશ્વિમ બંગાળનો બોગસ ડોક્ટર ઝડપાયો
May 14, 2022
एक जूनपासून ‘शिवाई’धावणार! – पुढारी
एक जूनपासून ‘शिवाई’धावणार! – पुढारी
May 14, 2022


એક કલાક પહેલા

નમસ્કાર,

આજે શનિવાર છે, તારીખ 14 મે, વૈશાખ સુદ-તેરસ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) અમદાવાદમાં આજે રેડ એલર્ટ, તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર જવાની આગાહી

2) સી-ફોર્મ રિન્યુઅલ મુદ્દે અમદાવાદ રિવરફ્રન્ટ પર કટરો ભેગા થઈ ધરણા કરશે, ફુટપાથ OPD યોજાશે

3) અખિલ ભારતીય કોળી સમાજની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતા સુરતના કામરેજમાં “સુવર્ણ જયંતિ મહોત્સવ” ઉજવણી

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) કોંગ્રેસનું હાર્દિકથી સોશિયલ ડિસ્ટન્સિગ:હાર્દિકને હાંકી કાઢવાનો કોંગ્રેસનો તખ્તો તૈયાર, ચિંતન શિબિરમાં સૂચક ગેરહાજરી, ટૂંક સમયમાં લેવાઈ શકે છે નિર્ણય

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ની પક્ષ સાથેની નારાજગીએ ગંભીર સ્વરૂપ લીધું છે, હાર્દિકની છેલ્લા કેટલાક દિવસની ગતિવિધિઓ અને નિવેદનને પણ કૉંગ્રેસે ગંભીર ગણી હાર્દિક સાથે અંતર જાળવવાની શરૂઆત કરી દીધી છે. ખાસ કરીને રાહુલ ગાંધી પણ ગુજરાત આવ્યા ત્યારે હાર્દિક સાથે વાત કરવાનું તો ઠીક તેની નોંધ લેવાનું પણ ટાળ્યું હતું. રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની મળેલી ચિંતન શિબિરમાં પણ હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી જોવા મળી છે. જેને પગલે હવે કોંગ્રેસે હાર્દિકને હાંકી કાઢવાનો નિર્ણય લઈ લીધો હોય એવી શક્યતા છે.

વાંચો સમાચાર વિગતે

2) શિક્ષણ જગતનો કલંકિત કિસ્સો:અમદાવાદની સાલ કોલેજમાં ABVPના નેતાનું આચાર્યા સાથે ઉદ્ધત વર્તન, પ્રિન્સિપાલને વિદ્યાર્થિનીના પગ પકડાવ્યા

અમદાવાદમાં ABVPના વિદ્યાર્થી નેતાઓની વારંવાર દાદાગીરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. શહેરની SAL કોલેજમાં બનેલા કિસ્સાએ ગુરૂ અને શિષ્ય વચ્ચેના સંબંધો પર લાંછન લગાડ્યું છે. કોલેજમાં વિદ્યાર્થિનીની હાજરી મુદ્દે રજૂઆત કરવા ગયેલા ABVPના કાર્યકરોએ મહિલા આચાર્યા સાથે બોલાચાલી કરી હતી. તેમને વિદ્યાર્થિનીના પગે પડવા મજબૂર પણ કર્યાં હતાં. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાઇરલ થઈ રહ્યો છે.

વાંચો સમાચાર વિગતે

3) કાશ્મીરી પંડિતની હત્યાનો બદલો લેવાયો,સુરક્ષા દળોએ કાશ્મીરમાં 3 આતંકવાદીને ઠાર કર્યાં; રાહુલ ભટ્ટને ઓફિસમાં આવી ધડાધડ ગોળીઓ મારવામાં આવેલી

કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યામાં સંડોવાયેલા ત્રણ આતંકવાદીઓને સુરક્ષાદળોએ 24 કલાકમાં ઠાર કરી બદલો લીધો છે. ઠાર કરાયેલા ત્રણ આતંકવાદી પૈકી એકની ઓળખ ગુલઝાર અહેમદ તરીકે થઈ છે.બીજી બાજુ કાશ્મીરી પંડિતોમાં સતત આતંકવાદના નિશાન બનાવવામાં આવતા ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ટાર્ગેટ કિલિંગના વિરોધમાં 350 સરકારી કર્મચારીઓએ સાથે રાજીનામા આપી દીધા છે.

વાંચો સમાચાર વિગતે

4) કેદારનાથમાં VIP પ્રવેશ પર પ્રતિબંધ, તંત્રનું સુરક્ષા એલર્ટ, તમામ VIP લોકો પણ સામાન્ય જનતાની જેમ જ દર્શન કરશે

ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ભક્તોની ભીડ ઉમટવા લાગી છે. તેને જોતા વહીવટીતંત્રે શુક્રવારે VIP પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. DGPએ શુક્રવાર કહ્યું કે હવે તમામ VIP લોકોએ પણ સામાન્ય લોકોની જેમ દર્શન કરવા પડશે. આ માટે માત્ર બે કલાકનો સમય આપવામાં આવશે. આ પહેલા યોગ્ય વ્યવસ્થા ન થવાને કારણે 28 લોકોના મોત પણ થયા હતા.

વાંચો સમાચાર વિગતે

5) મસ્કની ટ્વિટર ડીલ પર સંકટના વાદળ:મસ્કે 44 અબજ ડોલરની ડીલને ‘ઓન હોલ્ડ’ રાખવાની જાહેરાત કરી, સ્પામ અકાઉન્ટની ગણતરીને આ માટે કારણરૂપ ગણાવી

વિશ્વના સૌથી સમૃદ્ધ વ્યક્તિ એલન મસ્કે કેટલાક દિવસ અગાઉ 44 અબજ ડોલરમાં ટ્વિટરને ખરીદવાને લગતી એક ડીલ કરી હતી.હવે આ ડીલને આખરી સ્વરૂપ આપતા પહેલા મસ્કે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી જાણકારી આપી છે કે આ ડીલને થોડા સમય માટે હોલ્ડ પર રાખવામાં આવી છે. તેમનું કહેવું છે કે ટ્વિટર પર સ્પામ અથવા ફેક અકાઉન્ડ ખરેખર 5 ટકાથી ઓછા છે, આ અંગેની ચોક્સાઈભરી ગણતરીની વિગતો હજુ સુધી સામે આવી નથી.

વાંચો સમાચાર વિગતે

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) ભક્તો સાથે નાથ નીકળશે નગરચર્યાએ:રથયાત્રાની તૈયારીઓ માટે ગૃહરાજ્ય મંત્રીએ જગન્નાથ મંદિરમાં પોલીસ અધિકારીઓ સાથે મીટિંગ કરી

2) જનમત સંગ્રહ કરવા આપની યાત્રા:આમ આદમી પાર્ટી ગુજરાતમાં 182 વિધાનસભામાં પરિવર્તન યાત્રા યોજશે, 6 અલગ અલગ જગ્યાએથી યાત્રા શરૂ થશે

3) UAEના રાષ્ટ્રપતિનું અવસાન, લાંબી બીમારી બાદ શેખ ખલીફાએ લીધા અંતિમ શ્વાસ, દેશમાં 40 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત

4) કોંગ્રેસમાં હવે એક પરિવારમાં એક જ ટિકિટ,ગાંધી પરિવાર આ શરતમાંથી બહાર, 5 વર્ષથી વધારે પદ પર નહીં રહે નેતા

5) બાપુ અને CSK વચ્ચે મતભેદ!:ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ચાઇઝીએ સર જાડેજાને અનફોલો કર્યા, ફેન્સે ધોનીને જવાબદાર ઠેરવ્યો; જાણો સમગ્ર વિવાદ

6) ભારતીય શટલર્સે રચ્યો ઈતિહાસ:થોમસ-ઉબેર કપમાં 43 વર્ષ પછી મેડલની પુષ્ટિ થઈ, સચિન સહિત દિગ્ગજોએ અભિનંદન પાઠવ્યા

7) સલમાનના બીજા ભાઈના પણ ડિવોર્સ:સોહેલ ખાન લગ્નના 24 વર્ષ બાદ પત્ની સીમાને છૂટાછેડા આપશે, ફેમિલી કોર્ટમાં જોવા મળ્યા

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ: અમદાવાદમાં આજે રેડ એલર્ટ, કોંગ્રેસની ચિંતન શિબિરમાં હાર્દિક પટેલની ગેરહાજરી, સુરક્ષા દળોએ કાશ્મીરમાં 3 આતંકીઓને ઠાર કર્યાં

આજનો ઈતિહાસ
વર્ષ 1908માં આજના દિવસે પ્રથમ વખત માનવીએ વિમાનમાં ઉડ્ડાન ભરી હતી.

અને આજનો સુવિચાર
જીતતા પહેલાં જીત અને હારતા પહેલા હાર ક્યારેય ન માનવી જોઈએ.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું…

અન્ય સમાચારો પણ છે…Source link

Leave a Reply

Your email address will not be published.