ભાવ આસમાને: ચીખલી APMCમાં કેરીની હરાજી શરૂ, દશેરીનો મણનો રૂ.2456-કેસરનો 2300નો ભાવ બોલાયો

પરંપરાનું જતન: વારલી પેન્ટીંગની કંકોત્રી,બળદગાડામાં વરરાજાની સવારી
પરંપરાનું જતન: વારલી પેન્ટીંગની કંકોત્રી,બળદગાડામાં વરરાજાની સવારી
May 15, 2022
જાહેરનામુ: નવસારી ફાટક નજીક ડ્રેનેજના ખોદકામથી ટ્રાફિક અસરગ્રસ્ત
જાહેરનામુ: નવસારી ફાટક નજીક ડ્રેનેજના ખોદકામથી ટ્રાફિક અસરગ્રસ્ત
May 15, 2022
ભાવ આસમાને: ચીખલી APMCમાં કેરીની હરાજી શરૂ, દશેરીનો મણનો રૂ.2456-કેસરનો 2300નો ભાવ બોલાયો

ચીખલી4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ભાવ આસમાને: ચીખલી APMCમાં કેરીની હરાજી શરૂ, દશેરીનો મણનો રૂ.2456-કેસરનો 2300નો ભાવ બોલાયો
  • પ્રથમ દિવસે માર્કેટ યાર્ડમાં 100 મણથી વધુની કેરીની આવક થતા રાહત

ચીખલી એપીએમસીમાં ફળોના રાજા કેરીની હરાજીની વિધિવત પ્રારંભ કરાતા દશેરીનો પ્રતિ 20 કિલો રૂ. 2456 જ્યારે કેસરનો રૂ. 2300 ભાવ જાહેર થયો હતો. ચાલુ સિઝને કેરીના ઓછા પાક વચ્ચે એકંદરે ભાવ સારા મળતા ખેડૂતોને રાહત થઈ છે. ચીખલી એપીએમસી ચેરમેન કિશોરભાઈ પટેલ, વાઇસ ચેરમેન પરિમલભાઈ દેસાઈ, ડિરેકટર અજયભાઈ, ધર્મેશભાઈ ઘેજ, સેક્રેટરી મકસુદભાઈ લાકડાવાલા ઉપરાંત વેપારી નરેન્દ્રભાઈ (મામા), અંકિતભાઈ, ગુરૂદીપભાઈ, ચંદુભાઈ સહિતનાની ઉપસ્થિતિમાં કેરીની હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પ્રથમ દિવસે પ્રથમ નંબરના ગ્રેડની દશેરી કેરીનો પ્રતિ 20 કિલોના રૂ. 2456, દશેરી બીજા નંબરની ગ્રેડના રૂ. 1089 જ્યારે કેસર કેરીનો રૂ. 2300નો ભાવ જાહેર થયો હતો. પ્રથમ દિવસે 100 મણથી વધુ કેરીની આવક થઈ હતી. હરાજી સમયે ચેરમેન કિશોરભાઈ પટેલે જણાવ્યું હતું કે કેરીની હરાજી બપોરે 3.30 કલાકથી શરૂ થશે, જયારે ચીકુની હરાજીનો સમય સાંજે 6 વાગ્યાનો રહેશે. સાથે કેરીની આવક વધવાના સંજોગોમાં હરાજીના સમયમાં ફેરફાર કરાશે. તેમણે ઉપસ્થિત ખેડૂતોને પોતાની કેરીના નાણાં રોકડા અથવા ચેકથી લઈને જ જવા અનુરોધ કર્યો હતો.

કોઈ ખેડૂતે ઉધાર કેરી આપવી નહીં તેમ જણાવી ખેડૂતોને કેરી ગ્રેડિંગ કરીને જ લાવવી અને વેપારીઓ માત્ર ફાટેલી અને તાપેલી સિવાય બીજી કોઈ કેરી કાઢી શકશે નહીં તેમ ઉમેરી ખેડૂતોને સારા ભાવો મળવાનો આશાવાદ વ્યક્ત કરી કોઈપણ ફરિયાદ હોય તો ખેડૂતોને ચેરમેનનો સીધો સંપર્ક કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…Source link

Leave a Reply

Your email address will not be published.