પોલીસને બનાવાશે ‘જેન્ટલમેન’: હવે તમે પોલીસ સ્ટેશને જાવ ને તમારી સાથે કોઈ ખરાબ વર્તન કરે તો તેમની ખેર નથી, પોલીસને ‘ગુડ બિહેવિયર’ શીખવાશે

ವಕೀಲೆ ಮೇಲೆ ನಡುರಸ್ತೆಯಲ್ಲೇ ಹಲ್ಲೆ! ಬಾಗಲಕೋಟೆಯಲ್ಲಿ ನಡೆಯಿತು ಅಮಾನವೀಯ ಕೃತ್ಯ
ವಕೀಲೆ ಮೇಲೆ ನಡುರಸ್ತೆಯಲ್ಲೇ ಹಲ್ಲೆ! ಬಾಗಲಕೋಟೆಯಲ್ಲಿ ನಡೆಯಿತು ಅಮಾನವೀಯ ಕೃತ್ಯ
May 15, 2022
Former Australian cricketer Andrew Symonds dies in car accident
Former Australian cricketer Andrew Symonds dies in car accident
May 15, 2022


અમદાવાદએક કલાક પહેલાલેખક: ચેતન પુરોહિત

  • અમદાવાદ સેક્ટર-2 JCP ગૌતમ પરમારની દોરવણીમાં PI-PSI માટે ટ્રેનિંગ મોડ્યુલ ડિઝાઈન કરાયું
  • ધીરે-ધીરે આખા રાજ્યના પોલીસ સ્ટાફને નાગરિકો સાથે સારી રીતે વર્તવાની તાલીમ અપાશે

કોઈ પણ સામાન્ય વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં જવાનું થાય અને ફાળ પડે છે. કોઈ મોટા કે જાણીતા માણસની ભલામણ વિના પોલીસ સ્ટેશને જવાય જ નહીં તેવી સર્વવિદિત માન્યતા છે. આનું કારણ પોલીસ સ્ટેશનમાં પોતાની જેન્યુઈન ફરિયાદ લઈને જતા નાગરિકોને મોટાભાગે થતા ખરાબ અનુભવો છે. ક્યારેક કોઈ હિંમત કરીને પોલીસ સ્ટેશનમાં જઈ ચડે તો જે ઉદ્ધતાઈથી જવાબો મળે અને ફરિયાદી જ ગુનેગાર હોય તેવું તેની સાથે વર્તન થાય છે.

પોલીસ માટે હવે ‘ગુડ બિહેવીયર પ્રોગ્રામ’ શરૂ
બીજા બધાની તો વાત જ જવા દો, ખુદ અમદાવાદ સેક્ટર-2ના સંયુક્ત પોલીસ કમિશનર (JCP) ગૌતમ પરમારને જ સાદા વેશમાં પોલીસની વરવી વાસ્તવિકતાનો પરચો મળી ગયો છે. સિવિલ ડ્રેસમાં તેમની સાથે કેટલાક પોલીસકર્મીએ યોગ્ય વર્તન ન કર્યું તો તેમણે રિયાલિટી ચેક કર્યું. આ દરમિયાન તેમને લાગ્યું કે, ખરાબ વર્તનની આ વાત એક-બે પોલીસ પૂરતી નથી. ખરેખર મોટા ભાગના પોલીસકર્મીઓનું પબ્લિક પ્રત્યેનું બિહેવિયર બદલવાની જરૂર છે. આ જરુરિયાતના આધારે જ પોલીસ માટે હવે ‘ગુડ બિહેવીયર પ્રોગ્રામ’ શરૂ થવા જઈ રહયો છે. શહેરના સેકટર-2થી આ પાયલોટ પ્રોજેકટ શરૂ થશે જે આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં અમલી બનશે.

પોલીસને બનાવાશે ‘જેન્ટલમેન’: હવે તમે પોલીસ સ્ટેશને જાવ ને તમારી સાથે કોઈ ખરાબ વર્તન કરે તો તેમની ખેર નથી, પોલીસને ‘ગુડ બિહેવિયર’ શીખવાશે

‘પોલીસ ઉધ્ધાતાઇપૂર્વક જવાબો આપે છે’
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈને જનતા જાય ત્યારે તેમને ધક્કા ખવડાવાય છે. પોલીસ તેમને ઉધ્ધાતાઇપૂર્વક જવાબો આપે છે. ફરિયાદી પોતે જ ગુનેગાર હોય તેમ તેને ગાળો આપી ધુત્કારવામાં આવે છે. આવી અમુક ઘટનાની ફરિયાદો JCP ગૌતમ પરમારને મળી હતી. શરુમાં તેમણે પોલીસ સ્ટેશનના PI, ACP, DCPને પૂછ્યું તો “આવું બન્યું નથી… ફરિયાદી ખોટું બોલી રહ્યા છે… આ બધા આક્ષેપો પાયાવિહોણા છે” તેમ કહી મામલો દબાવી દેવાયો હતો. આથી ગૌતમ પરમારે ખરેખર હકીકત શું છે અને અલગ અલગ લોકો આટલી ફરિયાદો લઇને આવે છે તેનું તથ્ય જાણવાની તૈયારી કરી હતી.

સમગ્ર રાજ્યમાં પ્રોજેક્ટ લવાશેઃ JCP પરમાર
લોકો સાથે પોલીસે સારું વર્તન કરવું જોઈએ અને કરવું જ પડશે. તે માટે પોલીસને બિહેવિયર ટ્રેનિંગ આપવાની ડિઝાઇન બનાવવામાં આવી છે. આગામી દિવસોમાં એ પ્રોજેક્ટ શરૂ થશે, એમ JCP પરમારે જણાવ્યું હતું. એકાદ-બે પોલીસકર્મીઓના ખરાબ વર્તનને કારણે તમામ પોલીસકર્મીઓની ઇમેજ બગડે છે. આમ ન થાય તે માટે પોલીસનું બિહેવિયર સુધારવા તેમજ પોલીસ સ્ટેશનોમાં નાગરિકોને સારામાં સારી સુવિધા મળે તે માટે ગૃહવિભાગના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ આપવાનું તેમજ ધીરે-ધીરે તે પ્રોજેક્ટનો આખા ગુજરાતમાં અમલ કરવાનો નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે…Source link

Leave a Reply

Your email address will not be published.