પાકિસ્તાન મરીનની નાપાક હરકત: ભારતીય જળસીમામાં માછીમારી કરી રહેલી ઓખાની ‘અલ કિરમાણી’ બોટ પર ફાયરીંગ કરી 8 માછીમારોનું અપહરણ

​​​​​​​સિવિલમાં 60મું અંગદાન: ​​​​​​​અમદાવાદના 35 વર્ષના બે બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનથી 7 વ્યક્તિઓનું જીવન કાર્યક્ષમ બન્યું
​​​​​​​સિવિલમાં 60મું અંગદાન: ​​​​​​​અમદાવાદના 35 વર્ષના બે બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનથી 7 વ્યક્તિઓનું જીવન કાર્યક્ષમ બન્યું
May 14, 2022
Wheat export ban: Have kept window open for countries looking to import for their food security, says Sudhanshu Pandey, Secretary, DoFPD
Wheat export ban: Have kept window open for countries looking to import for their food security, says Sudhanshu Pandey, Secretary, DoFPD
May 14, 2022
પાકિસ્તાન મરીનની નાપાક હરકત: ભારતીય જળસીમામાં માછીમારી કરી રહેલી ઓખાની ‘અલ કિરમાણી’ બોટ પર ફાયરીંગ કરી 8 માછીમારોનું અપહરણ

જામનગર16 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પાકિસ્તાન મરીનની નાપાક હરકત: ભારતીય જળસીમામાં માછીમારી કરી રહેલી ઓખાની ‘અલ કિરમાણી’ બોટ પર ફાયરીંગ કરી 8 માછીમારોનું અપહરણ
  • દરિયામાં ફાયરીંગની ઘટનાથી અન્ય માછીમારોમાં ચિંતા ફેલાઈ

IMBL(ઈન્ટરનેશનલ મેરિટાઈમ બાઉન્ડ્રી લાઈન) નજીક માછીમારી કરી રહેલી ઓખાબંદરની એક બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરીંગ કરી આઠ માછીમારોનું અપહરણ કરાતા ચકચાર મચી છે. પાકિસ્તાન મરીન દ્વારા માછીમારોના અપહરણ માટે ફાયરીંગ કરાતા અન્ય માછીમારોમાં ભયનો માહોલ છવાયો છે. આઠેય માછીમારોનું અપહરણ કરી બોટ સાથે પાકિસ્તાન લઈ જવાયા હોવાનું જાણવા મળ્યું છે.

કચ્છના જખૌ નજીક આવેલી આંતરરાષ્ટ્રીય જળ સીમા આઈએમબીએલ પાસેથી ગઈકાલે પાકિસ્તાનની મરીન સિકયુરિટી એજન્સીએ બેટ દ્વારકાની જીજે37-એમએમ-1752 નંબરની અલ કીરમાણી નામની માછીમારી બોટ પર હલ્લો કર્યો હતો. આ બોટમાં માછીમારી કરી રહેલા 8 વ્યક્તિઓ પર પાકિસ્તાનની મરીન સિકયુરિટી એજન્સીની કોલચી નામની બોટમાંથી અચાનક જ ફાયરીંગ શરૂ કરાયું હતું. આ માછીમારો હેબતાયા હતા. તે દરમ્યાન અલ કિરમાણી પાસે પહોંચી ગયેલા નાપાક એજન્સીના સદસ્યોએ તમામ 8 માછીમારોને ઝબ્બે લઈ તમામના અપહરણ કરી લીધા છે. બનાવ ની માહિતી મુજબ ભારતીય સુરક્ષા એજન્સીઓને અહેવાલ મળે તે પહેલા તમામ અપહૃતોને પાકિસ્તાન હંકારી જવામાં આવ્યા છે. બેટ દ્વારકાની ઉપરોકત બોટમાં કયા કયા માછીમારો હતા? તેની વિગતો મેળવવાની તજવીજ કરવામાં આવી રહી છે. કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓના જવાનો આઈએમબીએલ સુધી ધસી ગયા છે.

બોટ માલિક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે બોટ નું નામ અલ કિરમાણી છે. જેમાં મારો પુત્ર જાવીદ ગની ટંડેલ અને સાત માછીમારો છે જેમાં ખલીબ, અબ્બાસ ,એહમદ, તથા ચાર માછીમારો બોટમાં સવાર હતા અને ભારતીય જળસીમામાં માછીમારી કરતા હતા. જ્યારે બોટ માલિકે કહ્યું કે, આપણા વિસ્તારમાંથી બોટ એરિયામાંથી લઈ ગયા છે. ઈન્ડિયાની બોર્ડર માંથી લઈ ગયા છે. આખી ઘટનાની તો બીજી બોટો ફિશિંગ માંથી આવે ત્યારબાદ ખબર પડે અમે સવારથી જ બોટ નો કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો છે અને બોટ નો કોન્ટેક થતો નથી.

અન્ય સમાચારો પણ છે…Source link

Leave a Reply

Your email address will not be published.