પરિશ્રમ એ જ પારસમણી: સુરજપુરાની ખેડૂત પુત્રીએ ધો. 12 સાયન્સમાં 99.91 PR અને ગુજકેટમાં 99.10 PR મેળવ્યા, ડોક્ટર બનવાની મહેચ્છા

Capricorn 13 May 2022 Horoscope Today, Rashifal, Lucky Colour, Astrological Prediction
Capricorn 13 May 2022 Horoscope Today, Rashifal, Lucky Colour, Astrological Prediction
May 12, 2022
Aquarius 13 May 2022 Horoscope Today, Rashifal, Lucky Colour, Astrological Prediction
Aquarius 13 May 2022 Horoscope Today, Rashifal, Lucky Colour, Astrological Prediction
May 12, 2022
પરિશ્રમ એ જ પારસમણી: સુરજપુરાની ખેડૂત પુત્રીએ ધો. 12 સાયન્સમાં 99.91 PR અને ગુજકેટમાં 99.10 PR મેળવ્યા, ડોક્ટર બનવાની મહેચ્છાસુરેન્દ્રનગરએક કલાક પહેલા

ખેડૂત પુત્રી પ્રિયા પટેલની ફાઇલ તસવીર

  • દીકરી રોજના 12થી 13 કલાક અને રવિવારે પણ આખો દિવસ રીવિઝન કરતી હતી
  • પટેલ પ્રિયા અનિલકુમારે પાટડી તાલુકામાં સૌથી વધુ ગુણ અને PR મેળવ્યા

પાટડી તાલુકાના સુરજપુરાની ખેડૂત પરિવારની પુત્રીને ધો. 12 સાયન્સમાં 99.91 PR અને ગુજકેટમાં 99.10 PR સાથે ડોક્ટર બનવાની મહેચ્છા છે. આ ખેડૂત પરિવારની દીકરી રોજના 12થી 13 કલાક અને રવિવારે પણ આખો દિવસ રીવીઝન કરતી હતી.

પાટડી તાલુકાના ખેડૂત પરિવારમાંથી આવતી દીકરી પટેલ પ્રિયા અનિલકુમારે ધો. 12 સાયન્સમાં 91.38 ટકા અને 99.91 PR અને ગુજકેટમાં પણ 120માંથી 103 ગુણ સાથે 99.10 PR પ્રાપ્ત કરી પાટડી તાલુકામાં સૌથી વધુ ગુણ અને PR મેળવ્યા છે. હાલ આ દીકરી સુરેન્દ્રનગર એસ.એન.વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. એના પિતા અનિલકુમાર પટેલ પણ એ જ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ દીકરીને આગળ વધુ અભ્યાસ કરવાની મહેચ્છા છે.

આ અંગે પ્રિયાએ જણાવ્યું હતું કે, એ રોજના 12થી 13 કલાક અને રવિવારે પણ આખો દિવસ રીવિઝન કરતી હતી. એની આ મહેનતમાં એની મમ્મીનો પણ ઘરમાં સારૂ વાતાવરણ પુરૂ પાડી સિંહ ફાળો છે. પ્રિયા પટેલના ભાઇ યશ પટેલને પણ આ વખતે ધોરણ 9માં 99થી પણ વધારે ટકા સાથે અવ્વલ નંબર પ્રાપ્ત થયો હતો. જ્યારે પ્રિયા પટેલને ધો. 10માં પણ 99.71 PR આવ્યા હતા. ખેડૂત પરિવારની પુત્રીના આ રીઝલ્ટથી નાના એવા સુરજપુરા ગામમાં અને એના પરિવારજનોમાં ખુશીની માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે…Source link

Leave a Reply

Your email address will not be published.