નડિયાદએક કલાક પહેલા
નડિયાદના ઉત્તરસંડામાં બે પાડોશી વચ્ચે નજીવી બાબતે માથાકૂટ થઈ હતી. જેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. રોડની સાઈડમાં મોટરસાયકલ મૂકવા જેવી નજીવી બાબતે આ બે પરિવારો આમને સામને આવી જતા મામલો બિચક્યો હતો. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસમાં સામસામે ફરિયાદમાં કુલ 10 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે.
નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે ઈન્દીરા નગરી ખારો કુવો વિસ્તારમાં રહેતા બે પરિવારો વચ્ચે નજીવી બાબતે ઝગડો થયો છે. આ બનાવમા ચકલાસી પોલીસમાં સામ સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં બીપીન મગનભાઈ રોહિતની ફરિયાદમાં આરોપીમા મહેન્દ્ર ઈશ્વરભાઈ રોહિત, ચંદ્રેશ મહેન્દ્રભાઈ રોહિત, નિલેશ મહેન્દ્રભાઈ રોહિત, ભાવેશ મહેન્દ્રભાઈ રોહિત, હંસાબેન મહેન્દ્રભાઈ રોહિત અને પ્રિયંકા ચંદ્રેશભાઇ રોહિત (તમામ રહે. ઈન્દીરા નગરી ખારો કુવો, ઉત્તરસંડા,તા. નડિયાદ) સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે આઈપીસી 143, 144, 147, 148, 149, 323, 324, 504,506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
જ્યારે સામાપક્ષે હંસાબેન મહેન્દ્રભાઈ રોહિતની ફરિયાદમાં આરોપી તરીકે બીપીન મગનભાઈ રોહિત, ચિરાગ મગનભાઈ રોહિત, કરિશ્માબેન ચિરાગભાઈ રોહિત (તમામ રહે. ઈન્દીરા નગરી ખારો કુવો, ઉત્તરસંડા,તા. નડિયાદ) અને જમીનભાઈ (રહે.રાવડાપુરા,તા.આણંદ) સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 323, 504, 506(2),114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.