ધાર્મિક કાર્યક્રમ: માંગલ ધામ ભગુડા ખાતે પાટોત્સવ અને માંગલ શક્તિ સન્માન સમારોહ યોજાયો, કલાકારોએ લોકડાયરામાં ભજનોની રમઝટ બોલાવી

“યંગ ઈન્ડિયા કે બોલ”: જામનગર શહેરમાં ઈન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા યંગ ઈન્ડિયા કે બોલ કાર્યક્રમનો પ્રારંભ
“યંગ ઈન્ડિયા કે બોલ”: જામનગર શહેરમાં ઈન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા યંગ ઈન્ડિયા કે બોલ કાર્યક્રમનો પ્રારંભ
May 14, 2022
વિચિત્ર અકસ્માત: કલોલ-મહેસાણા રોડ પર ટ્રક રોકી ડ્રાઇવર હેડ લાઈટ ચેક કરતો હતો, ડમ્પરે પાછળથી ટક્કર મારતાં ડ્રાઈવર પોતાની ટ્રક નીચે જ કચડાઈને મોતને ભેટ્યો
વિચિત્ર અકસ્માત: કલોલ-મહેસાણા રોડ પર ટ્રક રોકી ડ્રાઇવર હેડ લાઈટ ચેક કરતો હતો, ડમ્પરે પાછળથી ટક્કર મારતાં ડ્રાઈવર પોતાની ટ્રક નીચે જ કચડાઈને મોતને ભેટ્યો
May 14, 2022
ધાર્મિક કાર્યક્રમ: માંગલ ધામ ભગુડા ખાતે પાટોત્સવ અને માંગલ શક્તિ સન્માન સમારોહ યોજાયો, કલાકારોએ લોકડાયરામાં ભજનોની રમઝટ બોલાવી


ભાવનગરએક કલાક પહેલા

  • લોકડાયરામાં ભક્તોએ મોબાઈલથી ફ્લેશ લાઈટ કરતા ભગુડા ધામ લાઈટિંગથી ઝગમગી ઉઠ્યું હતું
  • મોરારિબાપુના હસ્તે કલાકારોની પદક અને ચાદર સાથે ભાવવંદના કરાઈ

ગોહિલવાડના સુપ્રસિદ્ધ શક્તિ સ્થાનક શ્રી માંગલ ધામ ભગુડા ખાતે પાટોત્સવ અને માંગલ શક્તિ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં રાત્રીના કિર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર સહિતના કલાકારોનો લોક ડાયરો યોજાયો હતો. તમામ ભક્તોએ ડાયરાની મોજ માણી હતી. ભજન ચાલી રહ્યા હતા ત્યારે તમામ લોકોએ મોબાઈલથી ફ્લેશ લાઈટ કરતા સમગ્ર ભગુડા ધામ લાઈટિંગથી ઝગમગી ઉઠ્યું હતું.

ધાર્મિક કાર્યક્રમ: માંગલ ધામ ભગુડા ખાતે પાટોત્સવ અને માંગલ શક્તિ સન્માન સમારોહ યોજાયો, કલાકારોએ લોકડાયરામાં ભજનોની રમઝટ બોલાવી

શુક્રવાર રાત્રે ગોહિલવાડના સુપ્રસિદ્ધ શક્તિ સ્થાનક શ્રી માંગલ ધામ ભગુડા ખાતે 26મો પાટોત્સવ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયો હતો. આ સાથે જ શ્રી માંગલ શક્તિ સન્માન સમારોહમાં મોરારિબાપુના હસ્તે, સમારોહના પ્રેરક માયાભાઈ આહીર તેમજ સાથે રહેલા કીર્તિદાન ગઢવીના સંકલનથી ભજન લોકસાહિત્યમાં અમૂલ્ય પ્રદાન આપનારા શંભુદાનજી રત્નુ, લાખાભાઈ ગઢવી, મોતીસિંહજી મ્હેડું, ગીગાભાઈ બારોટ, રતુદાનજી રોહડિયા તથા હેમંતભાઈ ચૌહાણને પદક અને ચાદર સાથે ભાવવંદના કરાઈ હતી. આ સાથે જ ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવનું વિશેષ સન્માન કરાયું હતું.

મોરારિબાપુએ માતાજીના નવરાત્રીના નવ અંક સાથે, તે પૂર્ણ અંક હોવાની વાત કરી અને માં એ જ બ્રહ્મ છે અને બ્રહ્મ એ જ માં છે તેમ જણાવી માં પૂર્ણ છે, બ્રહ્મ પૂર્ણ છે. આમ બંને તત્વ એક જ છે, કહેવામાં જ માત્ર ભિન્ન છે. માં જગદંબા આંસુ જોઈ શકે, આંસુ ઝીલી શકે અને આંસુ આવવા ન દે તેવું મહાત્મ્ય રહેલું છે. ભગુડા સ્થાનક તપેલું હોવાનો ભાવ વ્યક્ત કરી અન્ય સ્થાનોની પણ આવી સિદ્ધિ વધતી રહે, જેમાં કોઈ સ્પર્ધા નહી, એકબીજા સ્થાનોનું મહાત્મ્ય વધતું રહે તેવી લાગણી વ્યક્ત કરી અને સમગ્ર ભારતવર્ષનું ભવિષ્ય ઉજળું હોવાના શુકન રહ્યા અંગે સંકેત કર્યો હતો.

આ ધર્મ અને સંસ્કૃતિના પ્રસંગમાં સંતો મહંતો કણિરામજી મહારાજ, ઝિણારામજી મહારાજ, શેરનાથજીબાપુ, ટૂંડિયાજી મહારાજ, રમઝુબાપુ, શ્રી બાલકનાથબાપુ, ધનસુખનાથબાપુ, દક્ષા માતાજી, અન્નપૂર્ણા માતાજી સહિત કથાકારો વગેરેની આશિષ ઉપસ્થિતિ રહી હતી.

જાણિતા વક્તા સંચાલક મહેશભાઈ ગઢવીના માર્ગદર્શન સાથેના આ વિરાટ આયોજનમાં સાહિત્યકાર કલાકારો કીર્તિદાન ગઢવી, લક્ષ્મણબાપુ બારોટ, દેવાયત ગઢવી, પરષોત્તમપરી ગોસ્વામી, જીજ્ઞેશ બારોટ, દેવાયત ખવડ, દીપકબાપુ હરિયાણી, અનુભા ગઢવી તથા નાજાભાઈ આહીર દ્વારા ભજન લોકસાહિત્યની જમાવટ માણવા મળી હતી.

ગુજરાતના ગૌરવરૂપ રહેલા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પ્રેરક આયોજનથી ભગુડા તીર્થમાં માંગલ માતાજીના આ ઉત્સવ સમારોહમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, રાષ્ટ્રીય સહકારી નેતા દિલીપ સંઘાણી, ધારાસભ્યો કેશુ નાકરાણી, અમરીશ ડેર તથા કનુભાઈ બારૈયા અને અગ્રણીઓ રઘુભાઈ હૂંબલ, ભોળાભાઈ રબારી, રામભાઈ ભંમર, નથુ ભંમર, દિગુભા ગોહિલ, નરેન્દ્ર સાંગા, કિશોરસિંહ ગોહિલ, જોરુભાઈ ખુમાણ, પ્રતાપઆહીર સહિત મોટી સંખ્યામાં સામાજિક, રાજકીય અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ સાથે કાર્યકર્તા સેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે…Source link

Leave a Reply

Your email address will not be published.