દુર્ઘટના સહેજમાં ટળી: રાજકોટમાં કરોડોના ખર્ચે બનેલા બસપોર્ટની દુકાનમાં POPની પેનલ તૂટી, કોઈ જાનહાની નહીં

સરાહનીય કામગીરી: જૂનાગઢમાં સાસુ-સસરાથી ત્રસ્ત સગર્ભાને ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરે તે પૂર્વે 181 ની ટીમએ બચાવી લીધી
સરાહનીય કામગીરી: જૂનાગઢમાં સાસુ-સસરાથી ત્રસ્ત સગર્ભાને ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરે તે પૂર્વે 181 ની ટીમએ બચાવી લીધી
May 12, 2022
દ્વારકાની મુલાકાતે પાટીલ: ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું, ઓચિંતી મુલાકાતના કારણે કાર્યકર્તાઓમાં દોડધામ મચી
દ્વારકાની મુલાકાતે પાટીલ: ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું, ઓચિંતી મુલાકાતના કારણે કાર્યકર્તાઓમાં દોડધામ મચી
May 12, 2022
દુર્ઘટના સહેજમાં ટળી: રાજકોટમાં કરોડોના ખર્ચે બનેલા બસપોર્ટની દુકાનમાં POPની પેનલ તૂટી, કોઈ જાનહાની નહીં

રાજકોટ6 કલાક પહેલા

  • કૉપી લિંક
દુર્ઘટના સહેજમાં ટળી: રાજકોટમાં કરોડોના ખર્ચે બનેલા બસપોર્ટની દુકાનમાં POPની પેનલ તૂટી, કોઈ જાનહાની નહીં

બસપોર્ટની જાળવણી થઈ રહી છે કે નહીં તે મોટો સવાલ છે

  • દુકાનદારની અનેક રજુઆત છતાં રિપેરીંગ પ્રત્યે સેવાતી દુર્લક્ષતા, મુસાફરો પર મંડરાતું મોત
  • પેટપૂજા ફાસ્ટફૂડ નામની દુકાનમાં આકસ્મિક ઘટના બની

રાજકોટમાં બે વર્ષ પૂર્વે કરોડોના ખર્ચે નિર્માણ પામેલા બસપોર્ટમાં મોટી દુર્ઘટના થતાં સહેજમાં અટકી છે. જ્યાં પેટપૂજા ફાસ્ટ ફૂડ નામની દુકાનના રવેશ પર પ્લાસ્ટર ઓફ પેરિસની પેનલ તૂટવાની આકસ્મિક ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે એ સમયે ઘટનાસ્થળ પર કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ નથી.

દુકાનમાં POPની પેનલ ખરી પડતા બસપોર્ટનું યોગ્ય મેઇન્ટેનન્સ નથી થતું તેવી ચર્ચાઓ ઉઠી

દુકાનમાં POPની પેનલ ખરી પડતા બસપોર્ટનું યોગ્ય મેઇન્ટેનન્સ નથી થતું તેવી ચર્ચાઓ ઉઠી

રાજકોટ બસપોર્ટની ફાઈલ તસવીર

રાજકોટ બસપોર્ટની ફાઈલ તસવીર

બસપોર્ટનું યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી
નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં અધ્યતન બસ પોર્ટ બનાવવામાં આવ્યું છે પરંતુ તે બસપોર્ટની જાળવણી થઈ રહી છે કે નહીં તે મોટો સવાલ છે. કારણ કે આજે પેટપૂજા ફાસ્ટ ફૂડ નામની દુકાનમાં POPની પેનલ ખરી પડતા બસપોર્ટનું યોગ્ય મેઇન્ટેનન્સ નથી થતું તેવી ચર્ચાઓ ઉઠી છે. આ મુદ્દે દુકાનદારે જણાવ્યું હતું કે, રીપેરીંગ માટે મેં અનેકવાર મેનેજમેન્ટને રજૂઆત કરી છે છતાં પણ રીપેરીંગ કરવામાં આવ્યું નથી.

બસપોર્ટની જાળવણી થઈ રહી છે કે નહીં તે મોટો સવાલ છે

બસપોર્ટની જાળવણી થઈ રહી છે કે નહીં તે મોટો સવાલ છે

આ મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી થશે
આવા સંજોગોમાં હવે બસ પોર્ટની અન્ય દુકાનો પણ જોખમ સર્જી શકે તેવી ચર્ચાઈ રહ્યું છે. બસ પોર્ટ પર દરરોજ હજારો પ્રવાસીઓ અવર-જવર કરે છે. આવા સમયે જોખમી દુકાન પાસેથી જો કોઈ મુસાફર પસાર થયું હોત તો તેને ગંભીર ઈજા થવાની પણ શક્યતા છે. હવે જોવાનું રહેશે કે આ મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે…Source link

Leave a Reply

Your email address will not be published.