દુર્ઘટના: ઝઘડિયાના પ્રાંકડ ગામ નજીક ટ્રકને ઓવરટેક કરવા જતાં બે બાઇક વચ્ચે અકસ્માત: 2નાં મોત

તપાસ: ગુણાતિત સ્વામીના અપમૃત્યુ અંગે ફોનથી જાણ કરાઈ હતી
તપાસ: ગુણાતિત સ્વામીના અપમૃત્યુ અંગે ફોનથી જાણ કરાઈ હતી
May 14, 2022
પાણીની આવક: નર્મદા બંધની સપાટી 120.02 મીટરે સ્થિર ડેમમાં 1221.62 MCM પાણી સંગ્રહિત
પાણીની આવક: નર્મદા બંધની સપાટી 120.02 મીટરે સ્થિર ડેમમાં 1221.62 MCM પાણી સંગ્રહિત
May 15, 2022
દુર્ઘટના: ઝઘડિયાના પ્રાંકડ ગામ નજીક ટ્રકને ઓવરટેક કરવા જતાં બે બાઇક વચ્ચે અકસ્માત: 2નાં મોત

રાજપારડીએક કલાક પહેલા

  • કૉપી લિંક
દુર્ઘટના: ઝઘડિયાના પ્રાંકડ ગામ નજીક ટ્રકને ઓવરટેક કરવા જતાં બે બાઇક વચ્ચે અકસ્માત: 2નાં મોત
  • બાઇક સવાર બે ઇસમો ટ્રકમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો, રાજપારડી પોલીસમાં ફરિયાદ નોંધાઇ

ઝઘડિયા તાલુકામાં રાજપારડીથી ભાલોદ વચ્ચેના માર્ગ પર પ્રાંકડ ગામ નજીક ટ્રકને ઓવરટેક કરવા જતાં બે બાઇક સામ સામે ભટકાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે ઇસમોના સ્થળ પરજ મોત થયા હતા. જ્યારે અન્ય બેને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડ્યા હતા. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ શનિવારે બપોરના બે વાગ્યાના અરસામાં ઓઘાભાઇ ઉકાભાઇ ડોળાશીયા ઉ.વ.60 તેમજ શીવા છગન ડોળાશીયા ઉ.વ.55 બન્ને રહે. ગામ જુનારાજપરા, તા.તળાજા, જી.ભાવનગરનાઓ મોટરસાયકલ લઇને રાજપારડીથી ભાલોદ તરફ જઇ રહ્યા હતા.

તે દરમિયાન તેમની આગળ જઇ રહેલા એક ટ્રકને ઓવરટેક કરવા જતાં સામેથી આવતી અન્ય એક બાઈક સાથે તેમની બાઈક સામેથી અથડાઇ હતી. આ અકસ્માતમાં ઓઘાભાઇ તેમજ શીવાભાઇ રોડ પર પટકાતાં ટ્રકના પાછળના વ્હિલમાં આવી જતાં તેમના પર ટ્રકનું તોતિંગ વ્હિલ ફરી વળ્યું હતું. જેના કારણે બંનેને ગંભીર ઈજા પહોંચતાં ઓઘા ડોળાશીયા અને શીવા છગન ડોળાશીયા બન્નેનું સ્થળ પરજ મોત નીપજ્યુ હતું.

જ્યારે આ અકસ્માતમાં અન્ય બે ઇસમો મેહુલ રાજુ માછી તેમજ પરેશ વિનોદ મકવાણા બન્ને રહે. ગામ ભાલોદ તા.ઝઘડિયાનાને પણ ઇજા પહોંચી હતી. ઘટના બાબતે મેહુલ રાજુભાઇ માછી રહે.ભાલોદ તા.ઝઘડિયા જી.ભરૂચનાએ રાજપારડી પોલીસ મથકમાં અકસ્માત અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી. બંને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ભરૂચ સિવિલમાં ખસેડી તેમનાં પરિવારજનોનો સંપર્ક કરી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે…Source link

Leave a Reply

Your email address will not be published.