કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં કોરોનાના 35 નવા કેસ, સૌથી વધુ 23 કેસ અમદાવાદમાં; સતત 6ઠ્ઠા દિવસે શૂન્ય મોત

સમર કાર્નિવલ ફેસ્ટિવલ: અમદાવાદ એરપોર્ટ પરના આઉટલેટ્સમાં પેસેન્જરોને ખરીદી પર ખાસ ડિસ્કાઉન્ટ ઓફર્સ મળશે
સમર કાર્નિવલ ફેસ્ટિવલ: અમદાવાદ એરપોર્ટ પરના આઉટલેટ્સમાં પેસેન્જરોને ખરીદી પર ખાસ ડિસ્કાઉન્ટ ઓફર્સ મળશે
May 13, 2022
કેમિકલ ચોરીનું કૌભાંડ: વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલે કેમિકલ ચોરીમાં 3 આરોપીઓની ધરપકડ કરી, રૂ. 48 લાખનો મુદ્દામાલ જપ્ત
કેમિકલ ચોરીનું કૌભાંડ: વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલે કેમિકલ ચોરીમાં 3 આરોપીઓની ધરપકડ કરી, રૂ. 48 લાખનો મુદ્દામાલ જપ્ત
May 13, 2022
કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં કોરોનાના 35 નવા કેસ, સૌથી વધુ 23 કેસ અમદાવાદમાં; સતત 6ઠ્ઠા દિવસે શૂન્ય મોત


6 કલાક પહેલા

  • કૉપી લિંક
કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં કોરોનાના 35 નવા કેસ, સૌથી વધુ 23 કેસ અમદાવાદમાં; સતત 6ઠ્ઠા દિવસે શૂન્ય મોત
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 24 હજાર 630ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35 નવા કેસ નોંધાયા છે અને 12 દર્દી સાજા થયા છે. સતત છઠ્ઠા દિવસે રાજ્યમાં દૈનિક મૃત્યુ આંક શૂન્ય રહ્યો છે. આજે અમદાવાદ શહેરમાં 23 નવા કેસ નોંધાયા છે. એ સિવાય વડોદરા શહેરમાં 7, ખેડા જિલ્લામાં 2, સુરત શહેર તથા ગાંધીનગર અને વડોદાર જિલ્લામાં 1-1 એમ રાજ્યમાં કુલ 35 કેસ નોંધાયા છે. તો આજે 30 જિલ્લા અને 5 શહેરમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.09 ટકા પર સ્થિર રહ્યો છે. 3 શહેર અને 3 જિલ્લામાં કેસ નોંધાયા છે.

રાજ્યમાં 211 એક્ટિવ કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 24 હજાર 630ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 944 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 13 હજાર 502 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 211 એક્ટિવ કેસ છે, 2 દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ 209 દર્દીઓની હાલત સ્થિર છે.

7 મેએ એક દર્દીનું મોત થયું હતું
રાજ્યમાં 6 મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત બાદ 7 મેએ 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું. 5 મેએ 24 દિવસ બાદ 24થી વધુ કેસ 25 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 12 એપ્રિલે 24 કેસ નોંધાયા હતા. ગત 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો. ગયા મહિને 29 માર્ચે સૌથી 5 કેસ નોંધાયા હતા.

20મી જાન્યુઆરીએ આવી ગઈ ત્રીજી લહેરની પીક!
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો. જ્યારે આજે 35 કેસ નોંધાયા છે.

1 એપ્રિલથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ​​​​​​​

તારીખ પોઝિટિવ કેસ ડિસ્ચાર્જ મોત
1 એપ્રિલ 7 14 0
2 એપ્રિલ 11 16 0
3 એપ્રિલ 10 10 0
4 એપ્રિલ 9 6 0
5 એપ્રિલ 13 4 0
6 એપ્રિલ 9 11 0
7 એપ્રિલ 8 9 0
8 એપ્રિલ 20 7 0
9 એપ્રિલ 34 6 0
10 એપ્રિલ 22 7 0
11 એપ્રિલ 35 16 0
12 એપ્રિલ 24 20 0
13 એપ્રિલ 10 6 0
14 એપ્રિલ 11 5 0
15 એપ્રિલ 11 19 0
16 એપ્રિલ 4 32 0
17 એપ્રિલ 15 21 0
18 એપ્રિલ 13 32 0
19 એપ્રિલ 12 22 0
20 એપ્રિલ 13 12 0
21 એપ્રિલ 19 12 1
22 એપ્રિલ 11 11 0
23 એપ્રિલ 8 3 0
24 એપ્રિલ 12 17 0
25 એપ્રિલ 12 17 0
26 એપ્રિલ 19 13 0
27 એપ્રિલ 15 9 0
28 એપ્રિલ 14 20 0
29 એપ્રિલ 17 11 0
30 એપ્રિલ 18 10 0
1 મે 18 9 0
2 મે 16 27 0
3 મે 12 15 0
4 મે 18 16 0
5 મે 25 14 0
6 મે 14 17 0
7 મે 27 19 1
8 મે 37 15 0
9 મે 23 18 0
10 મે 33 12 0
11 મે 31 21 0
12 મે 28 23 0
13 મે 35 12 0
કુલ આંક 753 616 2

​​​​​​​રાજ્યમાં કુલ 1224630 કેસ અને 10944 દર્દીનાં મોત અને 1213502 દર્દી ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ ડિસ્ચાર્જ મોત
અમદાવાદ 378,546 372,868 3,599
સુરત 201,301 200,905 2070
વડોદરા 137,473 134,064 897
રાજકોટ 83,782 81,876 792
જામનગર 41,352 40,960 515
મહેસાણા 30,690 30,255 191
ભાવનગર 28,911 28,239 358
ગાંધીનગર 34,694 33,802 223
જૂનાગઢ 22,783 22,353 271
બનાસકાંઠા 18,030 17,754 166
કચ્છ 18,758 18,379 146
પંચમહાલ 13,408 13,206 81
પાટણ 16,097 15,702 129
ભરૂચ 16,994 16,634 142
અમરેલી 12,822 12,675 105
ખેડા 14,518 14,236 55
દાહોદ 11,236 11,127 43
આણંદ 16,292 15,098 56
સાબરકાંઠા 11,650 11,386 161
ગીર-સોમનાથ 9,676 9,605 67
મહીસાગર 8,838 8,733 75
સુરેન્દ્રનગર 10,037 9,864 138
નવસારી 11,693 11,640 41
મોરબી 10,665 10,361 93
વલસાડ 12,586 12,438 84
નર્મદા 6,609 6,571 15
અરવલ્લી 5,702 5,622 80
તાપી 5,744 5,651 30
દેવભૂમિ દ્વારકા 5,139 5,070 88
પોરબંદર 4,162 4,150 25
છોટાઉદેપુર 3,728 3,671 38
બોટાદ 2,354 2,290 48
ડાંગ 1,222 1203 18
અન્ય રાજ્ય 162 159 3
કુલ 1,224,630 1,213,502 10,944

​​​​​​​

અન્ય સમાચારો પણ છે…Source link

Leave a Reply

Your email address will not be published.