કરણી સેનાની એકતાયાત્રા: રાજકોટમાં માધાપરથી ગોંડલ રોડ ચોકડી સુધી કરણી રથ ફર્યો, 150 કાર-જીપ, ટુ-વ્હીલર અને અશ્વસવારો જોડાયા

Another week of job slashes and crypto crashes – TechCrunch
Another week of job slashes and crypto crashes – TechCrunch
May 14, 2022
Want to Spot a Liar? Science Says Ask Them Questions Like This
Want to Spot a Liar? Science Says Ask Them Questions Like This
May 14, 2022


  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Karni Rath Returned From Madhapar To Gondal Road Intersection In Rajkot, 150 Cars jeeps, Two wheelers And Horse Riders Joined

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
કરણી સેનાની એકતાયાત્રા: રાજકોટમાં માધાપરથી ગોંડલ રોડ ચોકડી સુધી કરણી રથ ફર્યો, 150 કાર-જીપ, ટુ-વ્હીલર અને અશ્વસવારો જોડાયા

કરણી સેનાની એકતાયાત્રા યોજાઈ હતી

  • એકતા યાત્રામાં મોટી સંખ્યામાં ક્ષત્રીય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા
  • અનેક સંગઠનો તથા સંસ્થાઓ દ્વારા કરણી રથનું સ્વાગત કરવામાં આવ્યું

ગુજરાતના સ્થાપના દિવસે 1 લી મેના રોજ કચ્છ માતાના મઢથી શરૂ થયેલી રાજપુત કરણી સેનાની ગુજરાત પરિભ્રમણ એકતા યાત્રા આજે રાજકોટમાં પહોંચી હતી. જેમાં કરણી રથનું શહેરમાં આગમન થયું હતું અને માધાપરથી ગોંડલ રોડ ચોકડી સુધી કરણી સેનાની એકતાયાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં વિવિધ સંસ્થાઓ, સંગઠનો દ્વારા ઠેર-ઠેર તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં 150થી વધુ કાર જીપ, ટુ વ્હીલર અને અશ્વ સવારો જોડાયા હતા.

કરણી રથમાં માતાજી સવાર

કરણી રથમાં માતાજી સવાર

વિવિધ સંસ્થાઓ, સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું

વિવિધ સંસ્થાઓ, સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું

ભાજપનાં અગ્રણીઓ સ્વાગત કરવામાં આવ્યું
ક્ષત્રિય ધર્મ, હિન્દુત્વ અને રાજપૂત પરંપરાને ઉજાગર કરવાનાં ઉદેશ સાથે યોજાયેલી આ એકતાયાત્રાને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ એકતાયાત્રા સવારે 11:30 કલાકે અમીન માર્ગના છેડે અમૃત સાગર પાર્ટી પ્લોટ, 150 ફૂટ રીંગ રોડ ખાતે પણ પહોંચી હતી. જ્યાં ભાજપ શહેર પ્રમુખ કમલેશભાઈ મિરાણી, જીતુ કોઠારી કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહિત ભાજપનાં અગ્રણીઓ દ્વારા એકતાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

150થી વધુ કાર જીપ, ટુ વ્હીલર અને અશ્વ સવારો જોડાયા હતા.

150થી વધુ કાર જીપ, ટુ વ્હીલર અને અશ્વ સવારો જોડાયા હતા.

ક્ષત્રીય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા

ક્ષત્રીય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા

મોટી સંખ્યામાં ક્ષત્રીય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા
આ એકતા યાત્રામાં મોટી સંખ્યામાં ક્ષત્રીય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં રાજશકિત મહિલા મંડળ દ્વારા 150 ફૂટ રીંગ રોડ, ગોવર્ધન ચોક ખાતે પણ કરણી રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ મનપાનાં વોર્ડ નં.17ના ભાજપનાં કોર્પોરેટર અને રાજશકિત મહિલા મંડળનાં પ્રમુખ કિર્તીબા રાણા સહિત ક્ષત્રિય સમાજનાં બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એકતાયાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે…Source link

Leave a Reply

Your email address will not be published.