આવી ભૂલ ના કરતા: અમદાવાદમાં કંપનીના મેનેજર પૈસાની બેગ ગાડીમાં મૂકીને મિટિંગમાં ગયા ને અજાણ્યા શખ્સો કાચ તોડી 4.50 લાખ ચોરી ગયા

World’s food problems piling up as India restricts wheat exports
World’s food problems piling up as India restricts wheat exports
May 15, 2022
India reports 2,487 fresh Covid-19 cases, 13 deaths in last 24 hours
India reports 2,487 fresh Covid-19 cases, 13 deaths in last 24 hours
May 15, 2022


અમદાવાદ11 મિનિટ પહેલા

  • કૉપી લિંક
આવી ભૂલ ના કરતા: અમદાવાદમાં કંપનીના મેનેજર પૈસાની બેગ ગાડીમાં મૂકીને મિટિંગમાં ગયા ને અજાણ્યા શખ્સો કાચ તોડી 4.50 લાખ ચોરી ગયા

તસવીર પ્રતિકાત્મક છે

  • સાયન્સ સીટી ખાતે ધી કેપિટલ બિલ્ડિંગમાં પૈસા ભરેલ બેગ ગાડીમાં મૂકીને મિટિંગમાં ગયા હતા

શહેરમાં એક કંપનીના મેનેજર બેન્કમાંથી પૈસા ઉપાડીને પોતાની ગાડીમાં લઈને આવ્યા હતા. જે બાદ પૈસા ભરેલ બેગ ગાડીમાં મૂકીને તેઓ મિટિંગમાં ગયા હતા. જ્યારે મિટિંગ પતાવીને ગાડી તરફ આવી જોયું ત્યારે ગાડીનો કાચ તોડી કોઈ પૈસા ભરેલ બેગ લઈ ગયું હતું જે મામલે મેનેજરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અખબારનગરમાં રહેતા ખાનગી કંપનીના મેનેજર કમલેશ અડવાણી પોતાના સાસુના એકાઉન્ટમાંથી 4.50 લાખ રૂપિયા ઉઠાવીને તેમની બેગમાં લઈને સાઉન્સ સીટી તરફ ગયા હતા.સાયન્સ સીટી ખાતે ધી કેપિટલ બિલ્ડિંગમાં પૈસા ભરેલ બેગ ગાડીમાં મૂકીને મિટિંગમાં ગયા હતા. મિટિંગ પતાવીને નીચે આવીને જોયું તો કારનો ડ્રાઇવર તરફનો કાચ તૂટેલો હતો અને કારમાં પડેલ પૈસા ભરેલ બેગ પણ ગાયબ હતી.પૈસા ભરેલ બેગ ગાયબ થતા કમલેશભાઈએ આસપાસ તપાસ કરી પરંતુ બેગ મળી નહોતી જે બાદ તેમણે તેમના મોબાઈલ પર ફોન કરતા ફોન બોડકદેવ સરકારી વસાહતમાં કોઈ વ્યક્તિ પાસે હોવાનું જણાવ્યું હતું, જેથી તેઓ બેગ લેવા ત્યાં ગયા હતા. જ્યાંથી જાણવા મળ્યું કે બેગ તેમને મળી હતી. બેગમાં પૈસા ન હોવાથી કમલેશભાઈએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…Source link

Leave a Reply

Your email address will not be published.