અમદાવાદ17 મિનિટ પહેલા
શહેરમાં એક યુવકને એક યુવતી સાથે પરીક્ષા દરમિયાન મિત્રતા થઈ હતી. જે બાદ યુવક યુવતીને ફોન અને મેસેજ કરતો હતો, પરંતુ યુવતી કોઇ જવાબ આપતી ન હોતી. જેથી યુવક અજાણ્યા નંબરથી યુવતીને બીભત્સ મેસેજ કરવા લાગ્યો હતો, જે બાબતે યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરતા સાયબર ક્રાઈમે યુવકને ઝડપી પાડ્યો છે.
સાયબર ક્રાઈમે સૈફની ધરપકડ કરી
સૈફ યુવતીને ફોન અને મેસેજ કરતો હતો
સૈફ શેખ નામના યુવક BAની પરીક્ષા આપી રહ્યો હતો તે દરમિયાન તેને સાથે પરીક્ષા આપી રહેલ યુવતી સાથે મિત્રતા થઈ હતી. જે બાદ સૈફ યુવતીનો નંબર લીધો હતો. સૈફ યુવતીને ફોન અને મેસેજ કરતો હતો પરંતુ યુવતી રીપ્લાય આપતી નહોતી જેથી સૈફ અજાણ્યા નંબર પરથી યુવતીને બીભત્સ મેસેજ કરતો હતો,જેથી યુવતીએ આ મામલે સાયબર ક્રાઈમને જાણ કરી હતી.સાયબર ક્રાઈમે તપાસ કરીને સૈફની ધરપકડ કરી હતી.સૈફની પૂછપરછમાં સામે આવ્યું કે યુવતી રીપ્લાય ના આપતી હોવાથી સૈફ બીભત્સ મેસેજ કરતો હતો.
ગાડીમાંથી 852 બોટલ દારૂ ઝડપ્યો
ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ અને તેમની ટીમના માણસોએ બાતમીના આધારે જમાલપુર કાચની મસ્જિદ પાસે આવેલી સમીર મેન્સવેર દુકાનની બાજુમાંથી જાહેરમાં પટેલ દારૂની 120 બોટલ કબ્જે કરી હતી ઉપરાંત લેન્ડ માર્ક રેસિડનસીના પાર્કિંગમાંથી અલગ અલગ પેટીમાંથી 732 બોટલ ઈંગ્લીશ દારૂ કબ્જે કરી હતી.જોકે ગાડીમાં દારૂ સગેવગે કરી રહેલ સલમાન અને તેના સાગરીતો પોલીસે આવે તે પહેલાં દારૂ મૂકીને નાસી ગયા હતા.ગાયકવાડ હવેલી પોલીસે કુલ 852 પેટી એટલે 2,19,600 રૂપિયાનો દારૂ કબ્જે કરીને સલમાન અને તેના સાગરીતો વિરુદ્ધમાં ગુનો નોંધ્યો છે.પોલીસે ગાડી અને એક મોબાઈલ ફોન કબ્જે કર્યો છે અને આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.